રણઝણતી ઘૂઘરી
મારે ફરી એ ગુજરાતી પુસ્તકો ના મેળા માં જવું છે. અમુક ગુજરાતી શબ્દો જેનુ અંગ્રેજી ભાષાંતર એને પૂરો ન્યાય આપતું નથી એના શબ્દો ફરી લખવા છે અને બોલવા છે. એ નાનપણ નુ ભોળપણ હવે પાછું આવવાનું નથી. પણ છતાં મન ને આ વરસાદ માં તરબોળ કરવું છે. હું મારી આસપાસ ની દુનિયા માં રહીને ક્યારેક એ ભૂલી જાઉં છું કે કાચ શું અને રત્ન શું.
આ પ્રકૃતિ નું અસીમ સૌન્દર્ય જે માણસ ને વિના મુલ્યે મળે છે એની કોઈ કિંમત નથી એના મન માં. કારણ કે એ તો બધા ને સરખા ભાગે મળે છે અને મફત માં મળે છે. માણસ ને એવી વસ્તુ નો આનંદ મળે છે જે માત્ર એની પાસે હોય અને બીજા પાસે ના હોય. એને આનંદ વસ્તુ નો નથી પણ એ વસ્તુ માત્ર મારી પાસે છે અને તારી પાસે નથી એનો છે. પ્રશાંત મહાસાગર નો પટ મેં જોયો છે અને તે નથી જોયો એટલે પ્રશાંત મહાસાગર સુંદર લાગે છે.
iPhone કે Samsung કે કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ દુનિયા માં high profile ગણાય છે એટલે એ ખરીદવાનો અને વાપરવાનો આનંદ છે. એટલે નહિ કે એ ઉપયોગી છે કે વાપરવા માં સહેલી છે કે વજન માં હલકી છે. જો બધા પાસે iWatch હોય તો એ પહેરવાનો આનંદ ઓછો થઇ જાય છે. એટલે તો આ કંપનીઓ દર વરસે એક જ વસ્તુ ના જુદા જુદા version કાઢી ને લોકો ને ઉલ્લુ બનાવી શકે છે.
ભગવાને માણસ ને અતુલ્ય બુદ્ધિ આપી પણ સાથે સાથે ઈર્ષા અને મત્સર જેવા બે-ચાર ગુણો પણ આપી દીધા જેનાથી એની બુદ્ધિ હંમેશા ઢંકાયેલી રહે. એ બહુ જ ચતુર છે. દુનિયા ની સૌથી અદભૂત ચીજો ને એણે એટલી સહજતા થી માણસ ની આંખો સામે મૂકી છે કે માણસ ને એ almost અશક્ય લાગે છે કે અદ્ભૂતતા આટલી સરળ હોઈ શકે અને આ જ માયાજાળ માં એ છેતરાઈ જાય છે.
વરસાદ રોકાઈ ગયો છે અને ચકલીઓ નો અવાજ એવો જ આવી રહ્યો છે જેવો ઇન્ડિયા માં મારા ઘરે આવતો હતો. અને મને એ વાત નો આનંદ છે કે હું હજુ આ કિલકાર ને માણવા માટે સક્ષમ છું.
Nice.. Keep it up.
ReplyDeleteThanks Jiju !
Delete